ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના થણાવા ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં થણાવા, સંભા અને જંત્રાલ ગામના ૧૫૦થી વધુ ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને પદ્ધતિઓ વિશે