મહુવા તાલુકામાં ધારાસભ્ય મોહન ઢોડીયા ની રજુઆતના પગલે કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કરવામાં આવતા વર્ષો જૂની પ્રશ્નોનું નિરાકરણ થશે. ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા દ્વારા વિકાસની વણથંભી યાત્રામાં નવા પીંછા ઉમેરાતા જ જાય છે.ત્યારે વધુ ત્રણ મહત્વના લોકઉપયોગી કામો પર ધારાસભ્યની રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ મંજૂરીની મહોર મારી છે.જેમાં સુપા સાતેમ વાંસકુઇ સણવલ્લા રોડ માટે ૩ કરોડ રૂપિયા ,તો ફૂલવાડી વલવાડા રોડ માટે ૮ કરોડ રૂપિયાની મંજૂરી મળી છે.