મોરબીના વાવડી રોડને આઈકોનિક રોડ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ ત્યાંની સોસાયટીના રોડ રસ્તાની હાલત ખરાબ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વાવડી રોડ પર આવેલી પ્રજાપતિ પાર્ક સોસાયટીના રહીશોએ રસ્તાની ખરાબ હાલત અને શેરીઓમાં સ્ટ્રીટ લાઈટો નાખવા મુદ્દે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.