ચોટીલા ગ્રામ્ય વિસ્તારમાં નાની મોલડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન સાલખડા ગામે ખારાવાળી સીમમાં વિક્રમ રામજીભાઈ ગણદીયા મકાન પાસે દેશી દારૂનો આથો સંતાડીને રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. આથી આ સ્થળે રેડ કરતા ત્યાં મકાન પાસે રૂ. 1,20,000ની કિંમતનો દેશી દારૂનો આથો 4,800 લીટરનો મુદ્દા માલ જપ્ત કરી સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. વિક્રમ રામજીભાઈ ગણદીયા વિરૂદ્ધ દારૂ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ચોટીલા ગ્રામ્ય વિસ્તારમાં અન્ય