કલોલ તાલુકાના નારદીપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. વેડા ગોવિંદપુરાથી ભાદોલ તરફ બાઇક પર જઈ રહેલા બે મિત્રોને પાછળથી આવેલા ડમ્પરે ટક્કર મારી હતી.આ અકસ્માતમાં બાઇક પર સવાર રાજેન્દ્રકુમાર કેશવલાલ પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. તેમની સાથે રહેલા અમૃતભાઈ હરગોવનભાઈ પટેલને ઈજાઓ થતાં તેમને સારવાર માટે નારદીપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.