થરાદ તાલુકાના નાગલા ખાનપુર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે પહોંચ્યા હતા. તેમણે ગામના સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરી વરસાદના કારણે દર વર્ષે ઉભી થતી પાણી ભરાવાની સમસ્યાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.મુખ્યમંત્રીએ નાગરિકો પાસેથી સ્થળીય સમસ્યાઓ અંગે માહિતીઓ મેળવી હતી અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે શું પ્રકારની વ્યવસ્થા કરી શકાય તે મુદ્દે ચર્ચા કરી હતી. ગામના લોકો સાથે આત્મીય વાતચીત કરીને તેમણે આશ્વાસન આપ્યું કે સરકાર સમસ્યાના નિરાકરણ કરશે.