હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણે મહેસાણા સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ જે. ચૌધરીને એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટીંગ ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ યોજાઈ હતી.આ બેઠકમાં સેક્શન ૧૮ (એચ) અંતર્ગત મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક અઢી વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે.