ગોંડલ-જામકંડોરણામાં 5 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ભોજપરા ના પાટીયા પાસે 3 આરોપીની ધરપકડ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોંડલ તાલુકાના ભોજપરા ગામના પાટિયા પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વિક્રમ ધીરૂભાઇ ચારોલીયા, રણજીત ઉર્ફે કરો ધીરૂભાઇ ચારોલીયા અને દેવચંદ ઉર્ફે દેવો ધીરૂભાઇ ચારોલીયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ હાલ ગોંડલ આશાપુરા ચોકડી નદી કાંઠે રહે છે અને મૂળ વાસાવડ ગામના વતની છે. આરોપીઓએ ગોંડલ તાલુકાના આંબરડી ગામ