વડોદરા : શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.અવિરત વરસી રહેલા વરસાદના કારણે જન જીવન પર તેની અસર વર્તાઈ હતી.લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા.તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જ્યારે પાલિકાની પૂર્વ ઝોનની કચેરીની બહાર જ વરસાદી પાણી ભરાઈ જતા જરૂરી કામ અર્થે આવતા અરજદારો અટવાઈ ગયા હતા.કચેરી બહારના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.