વિસનગર એસ.ટી. ડેપોથી કાંસા ચોકડી વચ્ચે મુસાફરી કરી રહેલા એક મહિલાના ગળામાંથી ₹80,000ની કિંમતનો સોનાનો દોરો તફડાવી લેવાયાનો બનાવ સામે આવ્યો છે. ખેરાલુ તાલુકાના કુડા ગામના મહિલાએ આ અંગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.