10 વર્ષ થી આધારકાર્ડ માટે ખાધા ધરમ ના ધક્કા. ટેક્નિકલ ખામીઓ ને કારણે ના નીકળ્યું આધારકાર્ડ. પાદરા તાલુકા ના કરખડી ગામ ના સવીતાબેન તળબદા નું આધારકાર્ડ કઢાવવા માટે છેલ્લા ઘણા સમય થી કચેરીઓ ના ધરમ ના ધક્કા ખાતા હતા. પરંતુ કોઈક ને કોઈક ટેક્નિકલ કારણોસર તેમનું આધારકાર્ડ નીકળી રહ્યું ન હતું.ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ને રજૂઆત કરતા મદદે આવ્યા અને 10 વર્ષે આધારકાર્ડ નીકળ્યું