સાબરકાંઠામાં ધોધમાર વરસાદ તલોદમાં રોડ ઉપર પાણીના વહેતુ જ થયું સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવાર મોડી રાત્રે ઇડર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અંડરપાસમાં પણ પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. આ ઉપરાંત તલોદ, પ્રાંતિજમાં બે ઇંચ, વડાલીમાં દોઢ ઇંચ, હિંમતનગરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.