ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે શ્રી હરિ ખાદી ગ્રામઉદ્યોગ વિકાસ સંસ્થાન ધ્વારા હેલ્થ અવેરનેસ એન્ડ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ કેમ્પનું ઉદઘાટન કરી જણાવ્યુ હતું કે, આપણા દેશમાં ચાલતી તમામ યોજના ઘ્વારા સમાજના વિવિધ વર્ગોને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આયુષ્યમાન કાર્ડ બન્યા પછી દર વર્ષે રૂ.પ લાખ સુધીની મફત સારવારની સુવિધા આ યોજના હેઠળ નોંધાયેલ હોસ્પિટલો માં મળી રહે છે