મૂળી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ગ્રામીણ રમતગમત સ્પર્ધાઓ નવનાગર, લખોટી, ભમરડા, કોથળા દોડ, લીંબુ-ચમચી, સ્લો સાયકલિંગ તથા મોયદાંડીયા જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે રુચિ ઊભી કરવી તેમજ ભારતીય પરંપરાગત રમતોનું મહત્વ સમજાવવાનું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પણ ભારે હર્ષ અને ઉત્સાહ સાથે રમતમાં ભાગ લીધો હતો.