શનિવારની રાતે ગોપાલ ઇટાલિયાની રાજકોટના પૂર્વ વિસ્તારમાં આયોજિત સભામાં ભાજપ સામે આપેલા ભાષણ મામલે પૂર્વ વિસ્તારના ભાજપના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે. એમાં AAPની જાહેરસભામાં એક વ્યક્તિએ વિરોધ કરતાં તેને ઇટાલિયાએ ભાજપની વ્યક્તિ ગણાવી હતી. તો આજે આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય કાનગડે આક્ષેપ કર્યો કે AAP રીલ અને સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઊભા રાખીને આવા સ્ટંટ કરતા હોય છે. ચૂંટણી પહેલાં આવા લોકો દેખાય છે