અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નરોડા-હંસપુરા રીંગરોડ નજીક સોમવારે રાત્રે થયેલા હિટ એન્ડ રનના કેસમાં આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ અકસ્માતમાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારી સહિત બે મહિલાઓના મોત થયા હતા.ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને વાહનને ટ્રેક કર્યું હતું.