વાપી શહેરમાં જૂની અદાવતને લઈ મારામારીની ઘટના બની હતી. વાપી ગીતાનગર ઈમરાનનગર ખાતે ન્યૂ એ.કે. બેકરીની બાજુમાં રહેતા તોસીન કદીર કાસમ શેખે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં થયેલી બોલાચાલીની અદાવત રાખીને ત્રણ શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો.