લખતર તાલુકાના તેમજ વઢવાણ અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતો ગુરખાનના ત્રાસથી ત્રાહિમામ ઉકાળી ચૂક્યા છે ત્યારે ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાય તેવો ઘાટ સર્જાયો છે ઘુડખરો દિવસે અને રાત્રે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે ખેડૂતો દિવસે ખેતરોમાં કામ કરે અને રાત્રે ગોખણને ભગાડવા માટે રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે