ધોળકા ખાતે FMCT સ્કૂલથી હાઇવે તરફ બંધ પેટ્રોલપંપ સુધી રોડ જર્જરિત થઈ જતા આજરોજ તા. 21/09/2025, રવિવારે સવારે 11.30 વાગે આમ આદમી પાર્ટી ધોળકાના આગેવાનો અને કાર્યકરોએ રૂબરૂ મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે ધોળકા નગરપાલિકા દ્વારા દિવાળી પહેલા આ રોડ રિસરફેસ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.