સિદ્ધપુર ગંજબજાર સામે આવેલ રેલવે ટ્રેક ઉપર નિકુલજી વિરમજી ઠાકોર રહે સિધ્ધપુર રાજપુર વાળાનું ગંજબજાર સામે રેલ્વે ટ્રેક નંબર ૬૫૯/૨૭ પાસે રેલ અકસ્માત થતા સ્થળ ઉપર મોત થયું હતું. ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.લાશને પીએમ અર્થે ખસેડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.