હળવદ તાલુકાના ચંદ્રગઢ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ભરવા જતા ગત તા.7ના રોજ મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અને હાલમાં કાંતિલાલ મીઠાભાઈ કણઝારીયાની વાડીએ રહી મજૂરી કરતા હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા ઉ.15નો પગ લપસી જતા કેનાલમાં પડી ગયો હતો. બાદમાં હિતેશભાઈને બચાવવા જતા અશ્વિનભાઈ સંજયભાઇ રાઠવા પણ કેનાલમાં ડૂબી જતાં બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. જે બંનેના ગઇકાલે મૃતદેહ મળી આવતા આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.