નવસારીના જમાલપોર વિસ્તારમાં રહેતી ખેવનાએ પોતાની બન્ને દિકરીઓ સાથે વિરાવળ પૂર્ણા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ કેસમાં અગાઉ પતિ વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ હવે નવસારી રૂરલ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરીને જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ સાસુ અને નણંદને આત્મહત્યા દુત્પ્રેરણના ગુનામાં ધરપકડ કરી છે. વર્ષોથી ખેવનાને દહેજ માટે માનસિક ત્રાસ અને મારઝૂડ કરવામાં આવતો હતો.