ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિમાં દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નિવાસસ્થાને આયોજિત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ ભાગ લીધો હતો. બેઠકમાં રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ પણ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની રણનીતિ ઘડવાનો