વડોદરા : કોટના ગામે દુર્ઘટના બની હતી.કરજણના વિરજઈથી કોટના ગામને જોડતા કોઝવે પરથી પસાર થતી વખતે બાઈક અચાનક ઢાઢર વિશ્વામિત્રી નદીમાં વહી જતાં એક પરિવાર પર આફત તૂટી પડી હતી.અકસ્માતને પગલે ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા.જોકે,આ દુર્ઘટનામાં બે બાળકો લાપતા બન્યા છે.જ્યારે દંપત્તિને બચાવી લેવામાં આવ્યું છે.બીજા દિવસે તંત્ર દ્વારા પાણીમાં લાપતા બનેલા બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે.