પારડીના ઉમરસાડી દેસાઈવાડ ખાતે રહેતી જીનલબેન જયેશભાઈ કોળી પટેલ (36)ને ઇન્સ્ટાગ્રામ પર “ઘર બેઠા નોકરી મળશે” જેવી જાહેરાત દેખાતા ઠગાઈનો શિકાર બની હતી. Apply Now પર ક્લિક કર્યા બાદ વોટ્સએપ અને ટેલિગ્રામ પર @MadhuraNSE નામના એકાઉન્ટથી હોટલ રિવ્યૂના ટાસ્ક આપવામાં આવ્યા હતા. વિશ્વાસ જીતવા માટે સૌપ્રથમ 380 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.