પાટણ કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વોટચોરીના મુદ્દાને સમર્થન આપવા માટે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. શુક્રવારના રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈના નેતૃત્વમાં વોટ ચોર ગાદી છોડના સુત્રોચાર સાથે કોંગ્રેસ કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.અને કચેરી બહાર સુત્રોચાર સાથે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.