સુરતના રાંદેર સ્થિત પોક નગર ખાતે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે.જે અંગેની માહિતી રાંદેર પોલીસને મળી હતી.ગુરુવારે મોડી સાંજે મળેલી માહિતીના આધારે પોલીસે અહીં છાપો મારી જુગાર રમતા કુલ આઠ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા સહિત 14હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી રાંદેર પોલીસે હાથ ધરી હતી.