વડોદરા શહેરમાં ફરાસખાનાના વેપારી આર્થિક રીતે 5 લોકોએ ફસાવી દીધો હોવાથી આત્મહત્યા કરવા જતો હોવાનો અંતિમ વીડિયો બનાવી પત્ની અને મિત્રને મોકલ્યો હતો અને ત્યારબાદ વેપારી 5 દિવસથી ગુમ થઈ ગયા છે. આ મામલે જે.પી રોડ પોલીસ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ વેપારીની શોધખોળ શરૂ કરી છે. આ દરમિયાન બે દિવસ અગાઉ વેપારીની એક્ટિવા જરોદ કેનાલ પાસેથી મળી આવ્યું છે. જેમાં વેપારીએ લખેલી સુસાઇડ નોટ અને મોબાઇલ ફોન મળી આવ્યો છે.જેથી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.