અંજાર તાલુકાના ખેડોઈ ગામ નજીક મુન્દ્રા-કચ્છ હાઇવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ ઝડપે જઈ રહેલું એક ટ્રેલર બેકાબૂ બનતાં તેમાંથી કન્ટેનર છૂટું પડીને નજીકથી પસાર થઈ રહેલા એક્ટિવા પર પડયું હતું.આ ભયાનક અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકો કન્ટેનર નીચે કચડાઈ જતાં કમકમાટીભર્યા મોતને ભેટ્યા હતા.અકસ્માત એટલો ગંભીર હતો કે, એક યુવકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.