નવલી નવરાત્રીના અવસરે હાલ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ગરબાનો જોરદાર માહોલ જમ્યો છે ત્યારે તા. 27/09/2025, શનિવારે રાત્રે 10.30 વાગે ધોળકા ખાતે મઘીયા વિસ્તારમાં આવેલી વિનાયક ઓસાયટીમાં મહિલા અગ્રણીનો હીનાબેન મકવાણા અને ધર્મિષ્ઠાબેન ચૌહાણ સહિતના સ્થાનિક બહેનો અને બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં આનંદ ઉલ્લાસંપૂર્વક ગરબે ઘુમતા નજરે પડ્યા હતા.