નવસારી: ભુલાફળીયા ગામના ગાડરીયા ફળીયામાં આવેલા મીલનભાઈ ભીખુભાઈ રાઠોડના બંધ ઘરમાં અજાણ્યા ચોરે ઘુસી ૮,૦૦૦ રૂપિયાનો ટેકનો સ્પાર્ક ગો ૨૦૨૨ મોડલનો મોબાઈલ ફોન ચોરી કરી લીધો. આ ઘટના ૨૩ ઑગસ્ટ, ૨૦૨૫ના બપોરે ૩ થી સાંજે ૫ વાગ્યા વચ્ચે ઘટી હતી. ઘટનાની જાણકારી બાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૩૧(૩) અને ૩૦૫(એ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસની જવાબદારી પો.સબ. ઇન્સ્પેક્ટર એમ.એલ. સૈયદને સોંપવામાં આવી છે.