રાજકોટ: શહેરના રૈયા રોડ પર આવેલા વૈશાલી નગરમાં ગુરુવારના રોજ GSPC ગેસની મેઈન લાઈનમાં ભંગાણ થતા મોટા પાયે ગેસ લીકેજની ઘટના બની છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ગેસની તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગેસ લીકેજ એટલું મોટા પ્રમાણમાં હતું કે આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. આગ લાગવાનો ભય હોવાથી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને GSPCના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી