આજે તારીખ 25/08/2025 સોમવારના રોજ રાત્રે 10 કલાક સુધીમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.અવંતિકા રિસોર્ટ ખાતે યોજાયેલા આ વિદાય સમારંભમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વહીવટ તંત્રના અધિકારીઓ તેમજ પત્રકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમારંભ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકએ દાહોદ જિલ્લામાં ફરજ બજાવતી વખતે પ્રાપ્ત અનુભવ તથા યાદગાર પળોને સૌ સાથે વહેંચી હતી.