આજે સાંજના સમયે મોરબીના રાજપર નજીક નસીતપર જવાના રસ્તે ગાયત્રી ફાર્મ હાઉસની સામે રોડ ઉપર જઈ રહેલી બ્રેઝા કાર ઓચિંતી કોઇ કારણોસર સળગી ઉઠી હતી. આ કાર નસીતપર ગામના કોઈ વ્યક્તિની હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં કારમાં બે લોકો સવાર હતા. કારમાં ઓચિંતી આગ લાગતા તેઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ દરવાજો ન ખુલતા તેઓ બારીમાંથી બહાર નીકળી ગયા હતા. આમ સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી...