આ મહાઝુંબેશ એક મહિના સુધી ચાલશે. આ માટેના રસીના ૧૦,૯૨,૦૦૦ જેટલા રસીના ડોઝ અત્રેના જિલ્લાને પશુપાલન ખાતા દ્વારા ફાળવેલ છે. આ ફાળવેલ તમામ રસીના ડોઝ જીલ્લાના જે-તે તાલુકાના પશુદવાખાના ખાતે ફાળવવામાં આવેલ છે. તો પશુઓમાં ખરવા-મોવાસાની રસી માટે જાહેર જનતાને નમ્ર અપીલ કે આ મહાઝુંબેશમાં આપના પશુઓને ખરવા-મોવાસાની રસી મુકાવવા અનુરોધ કરવામાં આવે છે.