જુનાગઢ ઝાંઝરડા રોડ પર મહેશનગર વિસ્તારમાં જાહેરમાં બોલાચાલી થયાની ઘટના બની હતી.રસ્તા પર એમ્બ્યુલન્સની સફાઈ થતા ટ્રાફિકજામ થયો હતો.મહિલા સાથે પણ અણછાજતું વર્તનના ગંભીર આક્ષેપ,સ્થાનિક પોલીસ વચ્ચે આવી ટ્રાફિક હળવો કર્યો હતો.દરરોજ રસ્તા પર નડતરરૂપ વાહન પાર્કની સ્થાનિકોની પણ રાવ,સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.એમ્બ્યુલન્સના પોર્ટોકોલની પણ પોલીસે તપાસ કરવી જરૂરી,જાહેરમાં બોલાચાલીના વિડીયો વાયરલ થયા છે.