સુરત પાંડેસરાના તેરેનામ રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં ફિલ્મી ઢબે ₹13.32 લાખના સોનાના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ છત પરથી પ્રવેશીને દુકાનમાં રાખેલા 19 તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.લક્ષ્મી જ્વેલર્સના માલિક રોહિત શ્યામકુમાર સોની દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે તેમને શોકેસનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો.