ભારત સરકારના આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના ઘેલવાટ ગામે ત્રી દિવસીય ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ સેમીનારનું સાંસદ જશુભાઇ રાઠવા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબમાં તાલુકા કક્ષાના બ્લોક માસ્ટર ટ્રેનર્સને ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર્સ દ્વારા રેસીડેન્સિયલ તાલીમ આપવામાં આવી રહી છે. આ સેમીનારમાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ. ઉપસ્થિત રહ્યા હતા.