ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ. ડી. તબિયારના અધ્યક્ષ સ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આહવા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ આ કેમ્પમાં ડાંગ જિલ્લાની કુલ ૬૬ જેટલી સ્વ સહાય જૂથોને રૂપિયા ૧.૮૪ કરોડની લોન મંજૂરી અને ધિરાણ આપવામાં આવ્યું હતું. આહવા ખાતે યોજાયેલ કેશ ક્રેડિટ કેમ્પમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, ઉપસ્થિત રહ્યા