પાટણ કલેકટર કચેરી ખાતે કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો " સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણી, મકાન સહાય, દબાણ વગેરે સંદર્ભે અરજદારો તરફથી જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી. જિલ્લા કલેકટરે અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલ લાવવા માટે જણાવ્યુ હતું.