વિરમગામ-નળસરોવર રોડ પર બે બાઇકની ટક્કરમાં બે યુવકોનું કરુણ મોત અમદાવાદ જિલ્લાના વિરમગામ-નળસરોવર રોડ પર શુક્રવારે મોડી રાત્રે બે બાઇક સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા. ટક્કર એટલી ભયંકર હતી કે બંને ચાલકો રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને