સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારેના અધ્યક્ષ સ્થાને આ કોલેજમાં સૌ પ્રથમ વાર નામાકંન થયેલ વિદ્યાર્થીઓ માટે કોલેજ પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.સુબીર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુબીર ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ શ્રી સોમનાથભાઈ કાગડે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને ઉચ્ચ પદવી મેળવી કોલેજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.