વડોદરા : શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા જર્જરિત સત્સંગ કોમ્પ્લેક્સનો બીજા માળે સ્લેબનો મોટો પોપડો કડડભૂસ થતા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મોટો અવાજ પતા કોમ્પલેક્ષના લોકો એકત્ર થઈ ગયા હતા.સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.જોકે,સ્થાનિક લોકોએ જર્જરિત કોપ્લેક્સને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો.કોમ્પ્લેક્સમાં રહેતા લોકો માટે આ ઘટના મોટી ચેતવણી સાબિત થઈ છે.ત્યારે,રહીશોએ તાત્કાલિક તંત્રને પગલાં લેવા વિનંતી કરી છે.