ગત મંગળવારના રોજ મોરબીની એલઈ કોલેજમાં મોરબી ABVP દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ABVPના આંદોલનકારીઓએ કોલેજના આઈટી વિભાગના અધ્યાપક શિલ્પાબેન રાઠોડના નામની પણ રજૂઆત કરી હતી. જો કે શિલ્પાબેન રાઠોડનું નામ આપવા બાબતે ABVP મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયાએ રદિયો આપ્યો છે.