બોટાદના ગઢડા તાલુકામાં આવેલ કાળુભાર ડેમમાં માછીમારી કરવા માટે ગયેલ સોસલા ગામ પાસે એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. 31 વર્ષીય રવિન્દ્ર સોનેલાલ માછીમારી દરમિયાન પાણીમાં ડૂબ્યો હતો, ગઈકાલ સાંજે માછીમારી માટે ડેમમાં ગયો હતો. ત્યારબાદ ઘરે પરત નહી ફરતા શોધખોળ હાથ કરી હતી. તાત્કાલિક પ્રશાસનને જાણ કરતા રેસક્યુ ટીમ આવી મહા મહેનતે તળાવમાંથી મૃતદેહ ને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે