નવસારી જિલ્લાના દાંડી અને દીપલાના દરિયા કિનારેથી અલગ અલગ ત્રણ જેટલા કન્ટેનરો મળી આવ્યા હતા. જે શીપ દુર્ઘટનાને કારણે 48 કન્ટેનર દરિયામાં ડૂબ્યા હતા જે દરિયા કિનારે આવ્યા હતા જોકે હવે તંત્ર દ્વારા મેરીટાઈમ બોર્ડ અને કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી છે. કંપની સાથે સંપર્ક કરી કન્ટેનર પરત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.