આજે તારીખ 09/09/2025 મંગળવારના રોજ બપોરે 1 કલાકે નગરપાલિકા ખાતેથી આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે ખોટા મરણના દાખલા મામલે વધુ એક દાખલો મળી આવ્યો.થોડા સમય અગાઉ પુત્ર દ્વારા પોતાના પિતાનો ખોટો મરણનો દાખલો બનાવવામાં આવ્યો હતો.હવે વધુ એક કિસ્સો સામે આવ્યો.જેમાં જીવીત મંજુલાબેન નામના મહિલાના પતિ દ્વારા તેમની જ પત્નીનુ મરણ દાખલો નગરપાલિકા ખાતેથી બનાવાડયો.મહિલા જીવિત હોવાનું કબુલાત પંચરોજકામ માં પુત્રએ કબૂલાત કરી.