વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત જીવન નગર BSUP આવાસ યોજનાના મકાનો જર્જરિત થયા છે. અહીંયા 300 પરિવાર જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે.15 વર્ષ પહેલા જ કોર્પોરેશને બનાવીવેલી આવાસ યોજના જર્જરિત થતા અનેક સવાલો ઉઠ્યા છે.છત પરથી,સ્લેબમાંથી ઘરમાં પાણી ટપકતું હોવાથી લોકોએ સ્લેબ પર પતરા લગાવ્યા છે.અનેક ઘરોમાં સ્લેબના સળિયા પણ દેખાવવા લાગ્યા છે.કોર્પોરેશને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના બદલે રહીશોને જ ઘર ખાલી કરવા નોટિસ આપી દીધી છે.