સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સુપ્રસિધ્ધ તરણેતર લોકમેળાની મુલાકાત લીધી હતી જેમાં શ્રાવણ મહિનાની અમાસને દિવસે જિલ્લા પોલીસ વડાએ ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરી મેળાની સમીક્ષા કરી હતી આ સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓને મેળાના બંદોબસ્ત અંગે પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.