આજે મંગળવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ડિસિપી ઝોન ૬ ભગીરથ ગઢવી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતુ કે વટવા ચાર માળીયા મા પોલીસ ની સંયુક્ત તપાસ કરી ઓપરેશન નોક નોક કરવામા આવ્યુ.રાત ના 3 થી સવાર ના 6 વાગ્યા સુધી ચાલી તપાસ.100 ગુનેગારો ના ઘરે તપાસ કરવામા આવી.400જેટલા વાહનો ચેક કરી 3 વાહનો ડીટેઈન કર્યા.તિક્ષ્ણ હથિયાર સાથે 7 આરોપીની ધરપકડ કરવામા આવી.